ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ તા. ૧૬/૦૫/૨૦૨૬ થી તા. ૩૦/૦૫/૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં “સમર યોગ કેમ્પ – ૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં કુલ ૪ કેન્દ્રો પર નિઃશૂલ્ક યોગ કેમ્પ યોજાયા હતા, જેમાં આશરે ૫૦૦ જેટલા બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમરેલીમાં આયોજિત કેમ્પમાં યુવા અગ્રણી મનીષ સંઘાણીએ મુલાકાત લીધી હતી. આ કેમ્પમાં બાળકોને યોગાસન, પ્રાણાયામ, રમતગમત સાથે દિનચર્યા અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.










































