રાજકોટમાં મંગળવારે રાત્રે ૧ઃ૨૦ વાગ્યે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અને ગાંધીનગર સ્થિત ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૦ નોંધાઈ છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટ શહેરથી માત્ર ૧૫ કિલોમીટર દૂર આવેલું હતું.આંચકો હળવો હોવાથી શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ક્ષણિક ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. અનેક નાગરિકોએ સોશિયલ મીડિયા પર આ અનુભવ વિશે પોસ્ટ કર્યા હતા. મંગળવાર અને બુધવારની મધ્યરાત્રીએ રાત્રે ૧ઃ૨૦ કલાકે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૦ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર રાજકોટ શહેરથી આશરે ૧૫ કિલોમીટર દૂર હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે. ભૂકંપની ઊંડાઈ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, જોકે સામાન્ય રીતે આવા હળવા ભૂકંપ ૫થી ૧૦ કિલોમીટરની ઊંડાઈએ નોંધાતા હોય છે.ભૂકંપના આંચકાને કારણે કેટલાક વિસ્તારોમાં લોકો થોડા સમય માટે ઘરો અને ઇમારતોની બહાર નીકળી આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી કોઈ જાનહાનિ કે માલમિલકતને નુકસાન થયાની માહિતી મળી નથી.








































