ઓડિશાના બીજેડી રાજ્યસભાના સાંસદ દેબાશીષ સામંત્રેએ પાર્ટી છોડી દીધી છે. તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું છે. દેબાશીષ સામંત્રે નવીન પટનાયકના નજીકના માનવામાં આવતા હતા.
તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટીમાં તેમને વ્યવસ્થિત રીતે નબળા પાડવામાં આવી રહ્યા છે અને પાર્ટીને હવે તેમની સેવાઓની જરૂર નથી. બીજેડી પ્રમુખ નવીન પટનાયકને લખેલા રાજીનામા પત્રમાં, સામંત્રેએ જણાવ્યું હતું કે રાજ્યસભામાં તેમને નોમિનેટ કરવા બદલ તેઓ હંમેશા પાર્ટી સુપ્રીમોના ઋણી રહેશે.
દેબાશીષ સામંત્રેએ પત્રમાં લખ્યું છે કે, “મેં હંમેશા પાર્ટીના હિત માટે મારી જાતને સમર્પિત કરી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ દૃઢ નિશ્ચય અને પ્રતિબદ્ધતા સાથે તેના માટે કામ કર્યું છે. જા કે, મને લાગે છે કે તાજેતરના સમયમાં પાર્ટીમાં મને વ્યવસ્થિત રીતે નબળા પાડવામાં આવ્યો છે અને પાર્ટીને હવે મારી સેવાઓની જરૂર નથી. તેથી, મેં જાહેર હિતમાં આ મુશ્કેલ નિર્ણય લીધો છે અને તમને મારું રાજીનામું સ્વીકારવા વિનંતી કરું છું.”
તેમણે વધુમાં કહ્યું, “હું આજે, એટલે કે ૨૫ મે, ૨૦૨૬ ના રોજ બીજેડીમાંથી પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યો છું.” તેમણે લખ્યું, “રાજ્યસભામાં મને નોમિનેટ કરવા બદલ હું હંમેશા તમારો ઋણી રહીશ. અવિભાજિત કટક જિલ્લાના લોકોની સેવા કરવાની અને રાષ્ટÙીય સ્તરે ઓડિશાના મુદ્દાઓને મોટા પાયે ઉઠાવવાની તક આપવા બદલ હું આ તકનો લાભ લઈને તમારો હૃદયપૂર્વક અને ઊંડો આભાર વ્યક્ત કરું છું.”