રાજુલા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનાના એક ફરાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસે સફળતા મેળવી છે. આરોપી પોતાની કાયદેસરની ધરપકડથી બચવા માટે સ્થળાંતર કરીને ભાગતો ફરતો હતો. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ટેકનિકલ વિશ્લેષણ અને હ્યુમન સોર્સની મદદથી કડી તાલુકાના થોળ ગામ નજીકથી આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપી અર્જુન રણછોડભાઈ ઠાકોર, રહે. હીંડોરણા, તા. રાજુલા, સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










































