દામનગર શહેરની મધ્યમાં આવેલ જુનું પોલીસ સ્ટેશન, નાયબ મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત કચેરીની જગ્યા છેલ્લા કેટલાક સમયથી ઉકરડા કેન્દ્ર બની ગઇ છે. આ જુના પોલીસ સ્ટેશનની અંદરના ભાગોમાં કચરાના થર જોવા મળે છે, બારી-બારણા, લોખંડ અદ્રશ્ય છે. જુની નાયબ મામલતદાર કચેરીના નીચેના ભાગોમાં અસહ્ય દુર્ગંધ મારતી ગંદકી ફેલાયેલી છે.
નીચે રાખેલ કચરા પેટીમાં ઠલવાતા કચરાને ગાય માતા ખાતી જોવા મળે છે. આ ઈમારતની આસપાસ ગંદકીને કારણે લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. અહીંયા એવું લાગે છે કે નગરપાલિકા છે તો આવી હાલત કેમ છે, તે સવાલ છે. સંસદ સભ્ય અને ધારાસભ્ય આ જગ્યાની મુલાકાત લઈ નિરીક્ષણ કરશે તો ખ્યાલ આવશે કે સ્વચ્છતા અભિયાન કેવું અને કેટલું છે!