સાવરકુંડલા-લીલિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના સતત પ્રયત્નો અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેરના વોર્ડ નં. ૩ અને ૮ ના નાગરિકો માટે છેલ્લા ૧૫ વર્ષથી માથાનો દુખાવો બનેલી ગટર લાઇનની ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ધારાસભ્યના હસ્તે જેસર રોડ સ્થિત સરદાર પટેલ સોસાયટી ખાતે નવી ગટર લાઇનના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ વિસ્તારમાં વર્ષોથી ગટર ઉભરાવા અને ગંદકીના કારણે સ્થાનિક રહેવાસીઓ સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. નવી ગટર લાઇનનું કાર્ય પૂર્ણ થતાં સ્વચ્છતા અને આરોગ્યની સ્થિતિમાં સુધારો થશે તથા ચોમાસામાં પડતી મુશ્કેલીઓ દૂર થશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, બુથ કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.








































