છ વર્ષ પહેલા ૨૦૨૦ દિલ્હી રમખાણોના કથિત મોટા કાવતરાના કેસમાં આરોપી તાહિર હુસૈનની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસ પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે બુધવારે પોલીસને કરકરડૂમા કોર્ટના આદેશ સામે અપીલ દાખલ કરવામાં ૬૭ દિવસના વિલંબને માફ કરવાની માંગ કરતી તાહિરની અરજીનો જવાબ દાખલ કરવા કહ્યું.
હાઈકોર્ટ હવે જુલાઈમાં તાહિર હુસૈનની જામીન અરજી પર સુનાવણી કરશે. આ સુનાવણી હવે ૧૪મીને બદલે ૧૬મી જુલાઈએ થશે. દિલ્હી રમખાણો સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં આરોપી તાહિર હુસૈને ૨૯ જાન્યુઆરીએ જામીન નકારવાના નીચલી કોર્ટના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે.
અગાઉ, ગયા અઠવાડિયે શુક્રવારે, દિલ્હી હાઈકોર્ટે ૨૦૨૦ના રમખાણો સંબંધિત કથિત મોટા કાવતરાના કેસમાં ચાર્જ ફ્રેમિંગ પરનો સ્ટે ઉઠાવી લીધો હતો, જેના કારણે કેસની સુનાવણી કરતી કોર્ટ અંતિમ આદેશ પસાર કરી શકી હતી. જસ્ટિસનીના બંસલ કૃષ્ણાએ આરોપી દેવાંગના કાલિતા દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી હતી, અને સ્ટે ઉઠાવી લીધો હતો.
કોર્ટમાં દાખલ કરેલી અરજી દ્વારા, કાલિતાએ પોલીસને કેસ સંબંધિત ચોક્કસ વીડિયો અને વોટ્‌સએપ ચેટ્‌સ પ્રદાન કરવા માટે નિર્દેશ આપવાની વિનંતી કરી હતી. ચુકાદો જાહેર થયા પછી કાલિતાના વકીલે ન્યાયાધીશને આ ભલામણ કરી હતી. જાકે, કોર્ટે કાલિતા તરફથી એક અલગ અરજી સ્વીકારી, જેમાં તેમને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ કેસમાં ઉપયોગમાં લેવાતા દસ્તાવેજાનો અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવી.
કાલિતાએ ૨૦૨૩ માં હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હી પોલીસે ફેબ્રુઆરી ૨૦૨૦ માં નાગરિકતા સુધારો અધિનિયમ અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર સામે વિરોધ નોંધાવવા માટે વ્યક્તિઓને ભાડે રાખ્યા હતા અને નીચલી કોર્ટ આરોપો ઘડવા પર દલીલો શરૂ કરે તે પહેલાં ફૂટેજ તેમને ઉપલબ્ધ કરાવવા જાઈએ.
ફેબ્રુઆરી ૨૦૨૦ માં ઉત્તરપૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણોના સંદર્ભમાં વિદ્યાર્થી કાર્યકર્તા કલિતા, નતાશા નરવાલ ઉપરાંત, જામિયા કોઓર્ડિનેશન કમિટીના સભ્ય સફૂરા ઝરગર, આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્ય ઘણા લોકો પર અલગ અલગ એફઆઇઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં ૫૩ લોકો માર્યા ગયા હતા અને ૭૦૦ થી વધુ ઘાયલ થયા હતા.