પાકિસ્તાનથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં પાકિસ્તાન આરામી એવિએશનનું એક એમઆઇ-૧૭ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. તેમાં સવાર બધા લોકોના મોત થઈ ગયા છે. ઘટનાસ્થળે રેસ્ક્યું ટીમ પહોંચી ગઈ છે. મૃતકોનો વાસ્તવિક આંકડો સામે આવ્યો નથી. આ હેલિકોપ્ટર ઉડાન ભરવા સમયે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.
પાકિસ્તાનના ડોન અખબાર પ્રમાણે પાકિસ્તાન આર્મી એવિએશનનું એક એમઆઇ-૧૭ હેલિકોપ્ટર ટેકનીકલ ખામીને કારણે મુઝફ્ફરાબાદની પાસે ઉડાન ભરવા સમયે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. તેમાં સવાર બધા લોકોના મોત થયા છે. જાણકારી પાકિસ્તાની મીડિયાએ ઈન્ટર સર્વિસ પબ્લીશ રિલેશનના હવાલાથી આપી છે. તેમણે જણાવ્યું કે તેમાં કોઈ જીવિત બચ્યું નથી. સેનાએ નિવેદન જારી કરી કહ્યું કે હેલિકોપ્ટર કોઈ ટેકનીકલ ખામીને કારણે દુર્ઘટનાનો ભોગ બન્યું. દુર્ઘટના બાદ તત્કાલ રેસ્ક્યું અને રિકવરી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
દુર્ઘટના પીઓકેના નીલમ વેલીમાં થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં સવાર બધા સૈનિકોના મોત થયા છે.આઇએસપીઆરએ તે નથી જણાવ્યું કે તેમાં કેટલા સૈનિક સવાર હતા. પીઓકેમાં પ્રદર્શનકારીઓની ગતિવિધિ પર નજર રાખવા માટે પાકિસ્તાન સેનાના હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેમાં પાયલટ સહિત ૨૦ સૈનિક સવાર હતા. બે દિવસ પહેલા પણ બલૂચિસ્તાનમાં એક પાક સેનાનું હેલિકોપ્ટર પડી ગયું હતું.










































