લાઠી તાલુકાની દહીંથરા ગામની પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. આર. આર. મકવાણાના માર્ગદર્શનમાં ડો. હરિવદન પરમાર, ડો. મિતલ શેલીયા, ફાર્માસિસ્ટ તૃપ્તિ બોરીચા અને વિલાસ સાગઠીયા દ્વારા તમામ વિદ્યાર્થીઓનું વજન, ઊંચાઈનો બી. એમ. આઈ. કાઢીને પોષણની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. આ ઉપરાંત તમામની ડિજિટલ મશીનથી લોહીમાં હીમોગ્લોબિનની તપાસ, ઓટોસ્કોપી અને ઓપ્ટેલ્મોસ્કોપી જેવા આધુનિક સાધનોથી સ્થળ પર જ આંખ, કાન અને ગળાની તપાસ કરીને સ્થળ પર જ સારવાર આપી હતી. તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને વિવિધ આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવેલ.






































