પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ અને જનકલ્યાણકારી શાસનને સમર્પિત એક ભવ્ય કાર્યક્રમ બાબરા મુકામે યોજાયો હતો. બાબરા શહેર ભાજપ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના અધ્યક્ષસ્થાને આ વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યકરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, પૂજ્ય દયારામ બાપુ અને ડા. બાબાસાહેબ આંબેડકર જેવા મહાપુરુષોની પ્રતિમાઓની જળથી સફાઈ કરી તેમને આદરપૂર્વક ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા. ઉપરાંત શહીદ ચોક ખાતે વીર જવાનોના સ્મારકની પણ સાફ-સફાઈ કરવામાં આવી હતી. જેમાં અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.









































