જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં આવેલી તલાવડી પાસે પાન-માવાની થેલી મૂકવા જેવી નજીવી બાબતે સગાં ભાભીએ નણંદને મૂઢમાર માર્યાની ઘટના સામે આવી છે. આ અંગે વનીતાબેન રાકેશભાઇ બારૈયા (ઉ.વ.૩૫, રહે. પોરબંદરવાળાએ પારૂલબેન, શારદાબેન અને પુજીબેન સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, પારૂલબેન તેમના સગાં ભાભી થાય છે અને તેઓ બાજુ-બાજુમાં જ રહે છે. વનીતાબેનના ભાઇએ તેમના ઘરે પાન-માવાની થેલી મૂકી હતી, જે પારૂલબેનને ગમ્યું નહોતું. આ બાબતનો ખાર રાખી પારૂલબેને વનીતાબેનને માથાના ભાગે લોખંડનો સળિયો ફટકાર્યો હતો. તેમજ અન્ય આરોપીઓએ પણ એકસંપ થઈને વનીતાબેન તથા વચ્ચે બચાવવા આવેલા સાક્ષીને સળિયા વડે મૂઢમાર મારી, ગાળો આપી ઇજા પહોંચાડી હતી. આ અંગે જાફરાબાદ પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ. પી. ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.











































