(૧)ભ્રમ અને વાસ્તવિકતા વચ્ચે શુ અંતર? – રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
તમને આ સવાલનો જવાબ ગમશે એવો મારો ભ્રમ છે અને તમારી પાસે આનાથી સારો જવાબ નથી એ વાસ્તવિકતા છે.
(૨)તમને પરદેશની કોઈ ઓફર મળે તો તમે સ્વીકારો? – જય દવે (ભાવનગર)
હું પરદેશની વેફર પણ સ્વીકારતો નથી.
(૩)જન્મ અને મૃત્યુ મારા હાથમાં નથી તો મારા હાથમાં શું છે? – રામભાઈ પટેલ (સુરત)
મોબાઈલ.
(૪)સર મે દર્દ હો તો સર દર્દ, નાક મે દર્દ હો તો દર્દ નાક કહ સકતે હૈ?
હાફીઝ રિયાઝ સેલોત (રાજુલા)
કયું નહી કહ સકતે?
(૫)પરસેવો આવવાનું શું કારણ?
હરેશભાઈ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
લે, તમારે પરસેવો આવે? અમારે આ બાજુ પરસેવો વળે.
(૬)ઘુવડ રાત્રે જ કેમ જોઈ શકે છે?
મેહુલજોષી (મહીસાગર)
ઘુવડ લોકોમાં અંધારાને જ દિવસ ગણવામાં આવે છે.
(૭) હવે કેરીની સીઝન પૂરી થઈ જશે તો હવે શું કરવું જોઈએ ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
ગોટલીનો મુખવાસ.
(૮)કોક્રોચ પાર્ટી વિશે તમારું શું કહેવું છે?
કમલેશ મકવાણા (બોડેલી)
મને ભજીયા પાર્ટી વિશે પૂછો તો કંઈક કહી શકું.
(૯)ભીમ અગિયારસનું સાચું મહાત્મ્ય શું છે ? કેરી ખાવાનુ કે જુગટુ રમવાનુ?
કનુભાઈ પરમાર (દામનગર)
મારે તમે આપો એ બે વિકલ્પોમાંથી જ જવાબ પસંદ કરવાના છે?
(૧૦) વેદના એટલે શું?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
બે આનંદ વચ્ચેનો સમયગાળો.
(૧૧)સાહેબ..! તમે સવાલવીરચક્રની ઘોષણા કરવાના છો?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
તમારે સમજફેર થયો છે. સવાલવીરચક્રમની વાત છે!
(૧૨)ગુજરાતીઓ ખાવાના‌ ખુબ જ શોખીન છે, એવું કઈ રીતે સાબિત થાય છે?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
છાપું વાંચો. રોજ સમાચાર આવે છે કે ફલાણાભાઈ ઢીંકણાભાઈના રૂપિયા ખાઇ ગયા!
(૧૩)આધા હૈ ચંદ્રમા રાત આધીપ ચંદ્ર અર્ધો હોય ત્યારે રાત અર્ધી જ હોય એવું કોણે કહ્યું?
દર્શન પટેલ (વડોદરા)
તમે નવું જોડોઃ આખા હૈ ચંદ્રમા રાત આખી!
(૧૪)પહેલા માણસમાં હાથી જેટલું બળ હતું એમ કહેવાય છે પણ મને આ માનવામાં નથી આવતું તો શું કરવું? – રમાબેન પટેલ (અમદાવાદ)
તમે એમ માનો કે પહેલા હાથીમાં માણસ જેટલું બળ હતું!
(૧૫)વેકેશનની વિદાયથી કોને વધારે ખુશી થાય ?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
સ્કૂલની બાજુના ગલ્લાવાળા.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..