કોડીનારના ડોળાસા ગામે વીરાબાપાના પાવન સાનિધ્યમાં ગીર સોમનાથ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લાભરના પ્રાથમિક શિક્ષક-ભાઈ બહેનો અને નવા વરાયેલા હોદ્દેદારોનો સન્માન સમારોહ તાજેતરમાં યોજાયો હતો. જેમાં સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી જૈમીનભાઈ પટેલ ,જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, ઉપપ્રમુખ શારદાબેન બાંભણિયા, દંડક અને ડોળાસાના સદસ્ય દર્પિતભાઈ ડોડીયા, જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ રાજવીરસિંહ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોકભાઈ પટેલ, નાયબ શિક્ષણાધિકારી નિલેશભાઈ અપરનાથી, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરિભાઈ વાળા વગેરેની ઉપસ્થિતિમાં તમામ નિવૃત્તોને મોમેન્ટો તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ. શિક્ષક સંઘના પૂર્વ મહામંત્રી સુરસિંહ ડોડીયા અને જયસુખભાઈ જેઠવાને કોડીનાર પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી સ્પેશિયલ ગિફ્‌ટ આપવામાં આવી હતી. આ તબક્કે ગીર ગઢડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખપદે ભરતસિંહ ઝણકાટ અને મહામંત્રી પદે દિપેશભાઈ ખેનીની વરણી કરવામાં આવેલ.