જીરા (ગીર)ની રક્ષા શક્તિ સ્કૂલના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન દ્વારા કરવામાં આવ્યો હતો. આ તકે યોજાયેલા યજ્ઞમાં શાળાના ડાયરેક્ટર, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિતમાં ગાયત્રી મહામંત્રની સાથે આહુતિ આપવામાં આવી હતી. શાળાના પ્રથમ દિવસે સ્કૂલના સંચાલક ભારતભૂષણ મહેશભાઇ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.










































