સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે ૧૬૩મો ‘થર્સ-ડે થોર્ટ’ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કાનજીભાઈ ભાલાળાએ નાણાકીય વ્યવસ્થાપન અને સંપત્તિ સર્જન માટે જ્ઞાન, બચત, રોકાણ, અન્ય આવક અને શિસ્તના પાંચ પગલાંનો અમલ કરવા અનુરોધ કર્યો હતો. પૈસાને ફરીથી કામે લગાડવા તે જ
સંપત્તિ સર્જનનો સાચો મંત્ર છે. તેમણે નાણાકીય શિસ્ત, બચત અને બહુવિધ આવકના સ્ત્રોત ઊભા કરવાના પાંચ પગલાંનો અમલ કરવા અનુરોધ કર્યો હતો. મુખ્ય વક્તા અને નાણા સલાહકાર રમેશભાઈ વઘાસિયાએ સંપત્તિવાન બનવા માટે સૌપ્રથમ રોકાણ કરી પછી જ ખર્ચ કરવાની બચતની ફોર્મ્યુલા સમજાવી હતી.કાર્યક્રમમાં સંસ્થાના વ્યવસ્થાપક ટ્રસ્ટી રમેશભાઈ વઘાસિયા પરિવારે રૂ. ૨૧ લાખના દાનનો સંકલ્પ જાહેર કર્યો હતો. આ ઉપરાંત, ભવન નિર્માણ માટે રૂ. ૨૧-૨૧ લાખનું દાન આપનાર દાતા હિરેનભાઈ પટેલ, ભાવિનભાઈ પટેલ અને વજુભાઈ ગાબાણી પરિવારનું સન્માન કરાયું હતું. સાથે જ મહાનગરપાલીકાની સ્થાઈ સમિતીમાં સ્થાન મેળવનાર કોર્પોરેટર મહેન્દ્રભાઈ દેસાઈ તથા મનુભાઈ બલ્લર અને ધર્મેશભાઈ ભાલાળાનું વિશેષ સન્માન કરાયું હતું.









































