પ. બંગાળમાં ઐતિહાસિક રીતે એકલા હાથે ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપની સરકાર રચાઈ અને માત્ર પાંચ વર્ષ પહેલાં જ તૃણમૂલ કાંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર શુભેન્દુ અધિકારીને મુખ્ય પ્રધાન બનાવાયા. તેમણે આવતા વેંત જે રીતે નિર્ણયો લેવા લાગ્યા છે તે જોતાં એવું લાગે છે કે ભાજપની સાથે તેઓ પણ લાંબી ઇનિંગ રમવાના મિજાજ સાથે આવ્યા છે.
સરકાર જેવી બદલાઈ તેવી કટ્ટરોના સ્વર પણ બદલાઈ ગયા. કોલકાતાની નખોદા મસ્જિદ અને ફુરફુરા શરીફ જેવાં પ્રમુખ મુસ્લિમ ઉપાસના સ્થળોના ઉલેમાઓ અને ઈમામોએ મુસ્લિમોને અનુરોધ કર્યો હતો કે પરસ્પર સદ્‌ભાવ જાળવવા તેઓ ગાયની કુર્બાની ન દે. અત્યાર સુધી આ ઉલેમાઓ અને ઈમામોને આ વાત યાદ ન હોતી આવી? ના કારણકે અત્યાર સુધી હિન્દુઓની ભાવનાનું માન જાળવવા માટે નહીં, પરંતુ દાદાગીરી કરવા માટે તેમને મમતા બેનર્જી સરકાર તરફથી છૂટો દોર મળેલો હતો. મોહર્રમ અને દુર્ગા પૂજા સાથે હોય તો દુર્ગા પૂજાની અનુમતિ માટે ન્યાયાલય જવું પડતું હતું. દુર્ગા પૂજા પંડાલો પર આક્રમણો થતા હતા અને માં દુર્ગાની મૂર્તિને તોડી નાખવામાં આવતી હતી.
બકરી ઈદના દિવસે શુભેન્દુ અધિકારી ઇસ્કોન મંદિરે ગયા અને તેમણે ત્યાં ગાય પૂજા કરી. ગાય માતાનાં ચરણો ધોયાં. પ્રશ્ન થાય કે ઇસ્કોન મંદિર જ કેમ? તો ઉત્તર છેઃ પડોશી બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી હિંસા થઈ ત્યારે ઇસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરવામાં આવી હતી. શુભેન્દુ અધિકારીએ ન માત્ર પ. બંગાળને, ન માત્ર ભારતને, પરંતુ પડોશી બાંગ્લાદેશને પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.
બાંગ્લાદેશ તો ભાજપના વિજયનું પરિણામ આવ્યું ત્યારથી જ ફફડી ઉઠ્‌યું છે. તેના ગૃહ પ્રધાને સલાહુદ્દીન અહમદે પહેલાં જ નિવેદન ફટકારી દીધું કે “અમે આશા રાખીએ છીએ કે પ. બંગાળમાં ભાજપના પ્રચંડ વિજય પછી ગેરકાયદે સ્થળાંતરિતોને (અમારે ત્યાં) પાછા ધકેલવામાં નહીં આવે.” તે સાથે તેમણે તેમના બીજીબી (બાર્ડર ગાડ્‌ર્સ બાંગ્લાદેશ)ને સતર્ક રહેવા પણ સૂચના આપી હતી.
તમે વિચાર કરો કે, ભાજપના વિજય પછી મમતા બેનર્જી સાત મે સુધી પોતાનું ત્યાગપત્ર આપવા નહોતા ગયાં. કારણ? તેઓ ભાજપના વિજયને માનવા જ તૈયાર નહોતાં ! કોઈ મુખ્ય પ્રધાન પરિણામો સ્વીકારે નહીં અને ત્યાગપત્ર ન આપે તેવો આ પહેલો કિસ્સો હતો ! પરંતુ એવું કેમ થયું? તેની પાછળનું કારણ કોઈએ જાણ્યું? કારણ એ હતું કે પડોશી બાંગ્લાદેશમાં જમાત એ ઇસ્લામીના નેતા મોહમ્મદ નુરુલ હુડાએ તેમને આવી સલાહ આપી હતી. છેલ્લા કેટલાય સમયથી મમતાના શાસનમાં દેશવિરોધી ત¥વો, વિશેષ રૂપે બાંગ્લાદેશી મુસ્લિમોની ગુંડાગીરી જે રીતે ફૂલીફાલી હતી તે જોતાં મમતાનું શાસન દેશ માટે ચિંતાનો વિષય બની ગયો હતો. અમેરિકાના સંકેત પર જે રીતે પહેલાં શ્રીલંકામાં, તે પછી બાંગ્લાદેશમાં અને છેલ્લે નેપાળમાં હિંસાત્મક વિદ્રોહ થયા અને ભારત તરફી શાસન પલટાઈ ગયું તે જોતાં ભારતમાં મોદી સરકારને ઉથલાવવા સીએએ વિરોધી આંદોલન, ખેડૂતોનું આંદોલન ઇત્યાદિ નિષ્ફળ ગયાં અને છતાં મોદી ત્રીજી વાર ચૂંટાઈને આવ્યા તેથી અમેરિકાના પેટમાં તેલ નહીં, એસિડ રેડાયો હતો.
એટલું જ નહીં, પ. બંગાળની ચૂંટણી પહેલાં માર્ચ ૨૦૨૬માં રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થા એનઆઈએએ ત્રાસવાદ વિરોધી કાયદાઓ હેઠળ છ યુક્રેઇની અને એક અમેરિકી નાગરિકની ધરપકડ મિઝોરમ જેવા સંવેદનશીલ રાજ્યમાંથી કરી હતી. તેમના પર આરોપ છે કે તેઓ મ્યાંમારમા ભારત વિરોધી ઉગ્રવાદીઓને પ્રશિક્ષણ આપવા ગયા હતા. તેઓ યુરોપીય ડ્રાનોનો જથ્થો લઈને આવ્યા હતા. આમેય, મણિપુરમાં કુકી અને મૈતેઇ સમુદાય વચ્ચે વિગ્રહ ચાલે જ છે. કુકી ખ્રિસ્તી બની ગયા છે. તેમને ચર્ચોનો, સેક્યુલર મીડિયા અને અમેરિકા સહિત વિદેશોનો સીધો ટેકો છે.
સીએએ વિરોધી આંદોલન સમયે જાહેરમાં શરજિલ ઇમામે પ. બંગાળના સિલિગુડી (જે તેના મરઘાના ડોક જેવા આકારના કારણે ચિકનનેક કહેવાય છે) પાસેથી સાત ઈશાન રાજ્યોને અલગ પાડી દેવાની ઉશ્કેરણી કરી હતી અને પડોશી બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનૂસ ડીપ સ્ટેટના સંકેત પર ચીન અને નેપાળમાં જઈને સાર્વજનિક રીતે સાત રાજ્યોને વિખૂટા પાડવા માટે ગર્ભિતાર્થમાં બોલી રહ્યા હતા. આ બધાના સંદર્ભમાં આ વખતે જો ભાજપ ગત પાંચ રાજ્યોની ચૂંટણી પૈકી આસામ અને વિશેષ તો પ. બંગાળમાં જીત્યો ન હોત તો સીમા સુરક્ષાની રીતે ખૂબ કપરું બનત. છેલ્લાં કેટલાક દિવસોથી ચાહે તે ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી હોય કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, તેઓ કચ્છની મુલાકાત લઈ રહ્યા છે. અમિતભાઈએ તો મેમાં રાજસ્થાન અને જૂનમાં ત્રિપુરા તેમજ પ. બંગાળની મુલાકાત લીધી છે. તાજેતરમાં તેઓ કચ્છના હરામી નાળા વિસ્તારમાં પણ ગયા હતા. આ મુલાકાતોએ ‘કુછ બડે હોનેવાલા હૈ’ પ્રકારના વિડિયો બનાવતા યુટ્યૂબરોને મસાલો પૂરો પાડ્‌યો છે, પરંતુ આ મસાલો ખાદ્ય સામગ્રી વગરનો કોરો મસાલો નથી. ગૃહ મંત્રાલયને માહિતી પાકી મળી હોય તો જ આ સીમાવર્તી રાજ્યોની મુલાકાત તેઓ લઈ રહ્યા હોય અને સુરક્ષાની ખાતરી કરી રહ્યા હોય.
એટલે શુભેન્દુ અધિકારીએ કરેલો પહેલો નિર્ણય દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્વનો હતો. મમતા આ નિર્ણયની આડે ઊભાં હતાં. બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો ભાજપ સરકાર ઉઠાવતી તો મમતાની જ ભાષામાં અંધવિરોધીઓ એવું કહેતા કે બીએસએફ મોદી સરકાર હેઠળ આવે છે. કેમ પગલાં નથી લેતા? પરંતુ હવાલા પત્રકારો એવું નહોતા જણાવતા કે સીમા પર વાડ બાંધવા માટે રાજ્યની ૧૪૨.૭૯ એકડ જમીન મમતા બેનર્જી બીએસએફને આપી રહ્યાં નહોતાં ! શુભેન્દુ અધિકારીએ મંત્રી મંડળની પહેલી જ બેઠકમાં આ જમીન આપવાનો નિર્ણય લેતાં બીએસએફની સાથે દેશભક્તોને પણ હાશકારો થયો. સરકાર બન્યાના સત્તર જ દિવસમાં, ૨૬ મેએ શુભેન્દુ અધિકારીએ શબ્દ ચોર્યા વગર કઠોર શબ્દોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને ‘ડિટેક્ટ, ડિલીટ અને ડિપાર્ટ’ એવા થ્રી-ડીની સ્પષ્ટ ચેતવણી આપી દીધી કે “શું તેઓ આપણા જમાઈ છે? જલ્દી-જલ્દી ભાગો, અન્યથા સરકારને જે કરવાનું હશે તે કરશે.” શુભેન્દુ અધિકારીના શબ્દોને ન સમજે તે કટ્ટર મુસ્લિમો કેમ હોય? તેમને રમખાણો થાય ત્યારે પણ ખબર પડી જાય કે અહીંથી ભાગી જવું પડશે. તેમની સંદેશાની આંતરિક પ્રણાલિ ખૂબ જ મજબૂત છે. તેમને કહી દેવાયું જ હોય. અને પ. બંગાળ-બાંગ્લાદેશ સીમાએ આ ઘૂસણખોરોની પાછા જવા માટે લાંબી લાઇનો લાગી. અહીં ફરીથી વ્હારે આવ્યા સૌરભ દ્વિવેદી જેવા સેક્યુલર પત્રકારો. ગુજરાતમાં ચંડોળા તળાવ ખાલી કરાવાયું ત્યારે પણ બાંગ્લાદેશી ઘૂસણખોરો પ્રત્યે ‘સહાનુભૂતિ’ની ‘જમાવટ’ થઈ હતી. આ વખતે કેન્દ્રીય વિષય હતો એટલે સૌરભ દ્વિવેદી આવ્યા. લાલભાઈને ટોપ પર રાખતેં-રાખતાં ‘ઍક્સ્પ્રેસ’ વૅ પર દોડવા લાગેલા સૌરભે તેમની ગંભીર મુદ્રામાં (અભિનેતા તરીકે તો તેઓ બરાબર ‘કર્તવ્ય’ સૈફ અલી ખાન સાથે તેમને અભિનેતા તરીકે કમ મળી ગયું બોલો ! કેવી મજબૂત ઇકા સિસ્ટમ !) નિભાવી શક્યા નથી, દુઃખની વાત એ છે કે પત્રકાર તરીકે પણ આવું જ કંઈક છે.કહ્યું કે જુઓ, બિચારા, ભાગી-ભાગીને પાછા જઈ રહ્યા છે.
છતાં ઘૂસણખોરોએ સૌરભની નહીં, શુભેન્દુની વાત વધુ કાને ધરી. તેમને ખબર હતી કે યોગી આદિત્યનાથ અને હેમંત વિશ્વ શર્માની જેમ જ શુભેન્દુને પણ ઉપરથી છૂટ મળી છે કે દેશની સુરક્ષા માટે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભગાવવાના છે. ભાજપની આ જ વાત ભાજપ સમર્થકોને આકર્ષે છે, પેટ્રાલ-ડીઝલના ભાવ રાષ્ટ્રીય હિતમાં વધારવાનો કટાક્ષ ભાજપની જ ઇકા સિસ્ટમનો લાભ મેળવનારા અને કાશ્મીરમાં પીએમઓના નામે ચરી ખાનારા કિરણ પટેલ ભલે કરે તોય ભાજપના સમર્થકો ભાજપને કેમ જીતાડી રહ્યા છે? તેનું એક કારણ એ છે કે તેમને મોદી સરકાર દેશ માટે દેશવિરોધીઓ સામે પગલાં લેતી અને અમેરિકા જેવી મહાસત્તા સામે બાથ ભીડવતી દેખાય છે.
પરંતુ શેભેન્દુએ માત્ર બાંગ્લાદેશી ઘૂસણખોરો પર જ કાયદાનું હંટર નથી ચલાવ્યું, તૃણમૂલના નેતાઓ અને કાર્યકર્તાઓ પર પણ ચલાવ્યું છે. મજાની વાત એ છે કે આમાંના ઘણા સામે તો મમતાની સરકાર સમયે જ પોલીસ ફરિયાદો થયેલી છે. શુભેન્દુ અધિકારીએ માત્ર પોલીસ દ્વારા તેમનો કડક અમલ જ કરાવવાનો છે. મમતાના રાજમાં કેવું ગુંડારાજ અને ભ્રષ્ટાચાર ચાલતો હતો, આ જુઓ.
૧. ૨૦૨૨માં સ્કૂલ સર્વિસ કમિશન (એસએસસી) કૌભાંડમાં શિક્ષણ પ્રધાન પાર્થ ચેટર્જીનાં ‘ખૂબ નિકટનાં’ અર્પિતા મુખર્જીના ઘરેથી રૂ. ૫૦ કરોડ રોકડ મળ્યા હતા.
૨. બદુરિયા નગર નિગમના અધ્યક્ષ દીપાંકર ભટ્ટાચાર્યના ખેતરમાં ખોદકામ કરાતાં રૂ. ૫૦૦ની નોટોની ભરેલી ગુણો અને ટ્રાલી બૅગ મળી હતી. આ રકમ કુલ ૨.૨૪ કરોડ જેટલી હતી ! ગરીબ ગણાતા પ. બંગાળને ચૂસી-શોષી લેવામાં મમતાના નેતાઓએ કોઈ ખોટ રાખી નહોતી.
૩. ઉત્તર ૨૪ પરગણાના મછલંદપુરમાં રાશન કૌભાંડમાં જેલમાં બંધ અને મમતા સરકારમાં ખાદ્ય પ્રધાન રહેલા જ્યોતિપ્રિય મલ્લિકના નજીકના, અજિત શાહાના ઘરે ૨૬ મે ૨૦૨૬એ પોલીસને રૂ. ૨૭.૮૦ લાખ રોકડા, ૬૬૬ જીવિત કારતૂસ, ૬૧ ખાલી કારતૂસ, ઇત્યાદિ મળ્યા હતા.
૪. શુભેન્દુ અધિકારીની સરકાર બન્યા પછી નગર નિગમ ભરતી કૌભાંડમાં મમતા સરકારના પૂર્વ પ્રધાન સુજીત બોઝની ધરપકડ થઈ.
૫. મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી સાથે લોકોએ ટપલી દાવ કર્યો. ઈંડાં ફેંક્યા. અભિષેક બેનર્જી પછી કલ્યાણ બેનર્જી સાથે પણ આવું થયું. એમાં તો ન માત્ર હવાલા પત્રકારો, પણ પોચટ રાષ્ટ્રવાદીઓ પણ ‘આવું ન થવું જોઈએ, ભાજપે આવું ન કરવું જોઈએ’નો રુદાલી રાગ આલાપવા લાગ્યા. આ બંને સામે ન માત્ર લોકોમાં, પરંતુ તૃણમૂલના લોકોમાં જબરદસ્ત રોષ હતો. તૃણમૂલની મહિલા સાંસદ કાકોલી ઘોષે આક્ષેપ કર્યો છે કે કલ્યાણ બેનર્જીએ અનેક મહિલાઓ સાથે અપમાનજનક વ્યવહાર કર્યો છે. આમ, આ બંનેનો પાપનો ઘડો તો ક્યારનો ભરાઈ ચૂક્યો
આભાર – નિહારીકા રવિયા હતો. તે ફૂટવાની જ વાર હતી.
પરંતુ મમતા સરકારમાં હિન્દુઓ સાથે, મહિલાઓ સાથે અને સામાન્ય માનવીઓ સાથે હત્યા, મારપીટ, બળાત્કાર, ઘર સળગાવી દેવા, તે ક્યાં ઉચિત હતુ? તેની સામે આ જ હવાલા પત્રકારો અને કથિત રાષ્ટ્રવાદીઓ મોઢામાં ‘લીલા’ મગ ભરીને બેસી ગયા હતા.
તૃણમૂલ નેતાઓને લોકો દ્વારા પીટાઈનો એટલો બધો ડર લાગ્યો કે કૂચબિહારના માથાભંગામાં તેઓ ભ્રષ્ટાચારના ‘કટ મની’ (કટકીનાં નાણાં) સામે ચાલીને પાછા આપવા લાગ્યા.
૬. તૃણમૂલ કાર્યાલયમાં મોટી સંખ્યામાં આધાર કાર્ડ અને સરકારી જમીનના ક્રય-વિક્રય સાથે જોડાયેલા દસ્તાવેજો મળી આવ્યા હતા. એટલે કે ‘વહીવટ’ સરકારી કચેરીઓમાંથી નહીં, અહીંથી થતો હતો.
૭. માલદામાં તૃણમૂલનું જિલ્લા કાર્યાલય ભાડાના મકાનમાં ચાલતું હતું અને તેનું ભાડું ચાર મહિનાથી ચૂકવાયું નહોતું. સરકાર બદલાઈ એટલે ભવન સ્વામીને સાહસ આવ્યું અને તેમણે રૂ. ૪ લાખના બાકી ભાડા અને વીજળી બિલ ન ભરાતાં પોતાની આ જગ્યા પર તાળું મારી દીધું ! મમતા પોતે તેમના ભત્રીજા અભિષેકથી દુઃખી અને ક્રોધિત હતાં. આર. જી. કર મેડિકલ સામૂહિક બળાત્કાર અને હત્યા કેસ પછી તેમણે મીડિયા અને સાશિયલ મીડિયાની ટીમમાંથી અભિષેક બેનર્જીના માનીતા લોકોને કાઢી મૂક્યા હતા તો તૃણમૂલના નેતાઓ પણ કટોકટી વખતે સંજય ગાંધીનું વર્તન હતું તેવા અભિષેક બેનર્જીના આપખુદ વર્તનથી ખૂબ જ દુઃખી હતા. પરિણામ એ છે કે તૃણમૂલના ઋતબ્રત બેનર્જી (બેનર્જીની સામે બેનર્જી)ના નેતૃત્વમાં નવનિર્વાચિત ૫૮ ધારાસભ્યોએ બળવો કર્યો છે અને વિધાનસભા અધ્યક્ષે તેમને વિપક્ષના નેતાનું પદ પણ આપી દીધું છે. વિધાનસભાના અધ્યક્ષને સોંપાયેલા એક પત્રમાં અભિષેક બેનર્જી પર તૃણમૂલના જ ધારાસભ્યોએ ખોટી સહી હોવાનો આરોપ મૂકતાં હવે સીઆઈડી તેમની પાછળ લાગી ચૂકી છે.
આ અભિષેક બેનર્જીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ધમકી આપતાં કહ્યું હતું કે તેમનામાં સાહસ હોય તો ચૂંટણી પરિણામોના દિવસે સુરક્ષા વગર રહી બતાવે. અભિષેકે ડાયમંડ હાર્બરમાં એવી ધમકી આપી હતી કે “અહીં અમે ભાજપના લોકો પાસે માછલી કપાવશું અને વેચાવડાવવાનું કામ કરશું.” આગળ તેઓ કહે છે કે “જહાંગીરે મને કહ્યું કે અહીં ઇલેક્ટ્રિક સ્મશાનની આવશ્યકતા છે. મેં પણ આ માગણી માની લીધી. ચાર મેએ પરિણામો પછી અનેક લોકોને હૃદયાઘાત આવશે. તેમના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવી પડશે ને?” સ્પષ્ટ રીતે આ ધમકી હિન્દુ મતદારો માટે હતી. હવે ભાજપ સરકાર આ બધા હિસાબો ચૂકતે કર્યા વગર રહેશે? મમતાના રાજકીય અસ્તિત્વના અંતનો આરંભ થઈ ચૂક્યો છે. jaywant.pandya@gmail.com