પ્રતિનિધિ તરીકે અમરેલી જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયાએ આ એવોર્ડ સ્વીકાર્યો
ભારતીય કૃષિ અને સહકારી ક્ષેત્ર માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી છે. દેશની ટોચની સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન દિલિપ સંઘાણીને નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચર સાયન્સીસ તરફથી પ્રતિષ્ઠિત ‘નાસ ઈન્ડસ્ટ્રીયલ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. સંધાણીના દૂરંદેશી કૃષિ વિકાસ, ખેડૂત કલ્યાણ અને સહકારી ચળવળમાં અમૂલ્ય યોગદાન બદલ આ સન્માન મળતાં સમગ્ર અમરેલી જિલ્લામાં ભારે ખુશી અને ગૌરવનો માહોલ સર્જાયો છે. નાસના સ્થાપના દિવસે દિલ્હી ખાતે આયોજિત વાર્ષિક સામાન્ય સભામાં આ એવોર્ડ પ્રદાન કરાયો હતો. દિલિપ સંઘાણી હાલ અમેરિકાના પ્રવાસે હોવાથી, તેમના પ્રતિનિધિ તરીકે અમરેલી જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.આ તકે જણાવવામાં આવ્યું હતું કે દિલિપ સંઘાણીના માર્ગદર્શન હેઠળ આધુનિક કૃષિ તકનીકોનો પ્રસાર અને ગ્રામ વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ રહી છે.








































