સાવરકુંડલામાં એક મહિલાએ ઘર આગળ ગાળો બોલવાની ના પાડતાં તેને વાળ પકડીને ઢસડવામાં આવી હતી, તેમજ ગાળો આપી જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે ઇલુબેન મુકેશભાઈ રાઠોડ (ઉ.વ. ૩૦)એ ચિરાગભાઈ ગોરધનભાઈ રાઠોડ, શુભમ પ્રવિણભાઈ રાઠોડ તથા સુનિલ મેઘજીભાઈ બગડા સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તેમના ઘર આગળ ચિરાગભાઈ રાઠોડ ગાળો બોલતા હતા. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતા ચિરાગભાઈએ તેમના વાળ પકડીને ઢસડ્યા હતા. જ્યારે શુભમ રાઠોડે તેમને શરીરે ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો તથા સુનિલ બગડાએ સાહેદને જેમ ફાવે તેમ શરીરે ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો. આરોપીઓએ ગાળો આપી, જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.










































