સાવરકુંડલામાં પોલીસ વિભાગની પરીક્ષાની તૈયારી કરતી યુવતીએ એસિડ પીધું હતું. આ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, યુવતી પોલીસ વિભાગની પરીક્ષાની તૈયારી કરતી હતી અને સાથે નોકરી પણ કરતી હતી. નોકરીના કારણે પોલીસ વિભાગની પરીક્ષાની પૂરતી તૈયારી થઈ શકી નહોતી, જેના કારણે તેને દશેક દિવસથી ટેન્શન રહેતું હતું. આ વાત મન પર લાગી આવતાં, નોકરી દરમિયાન બાથરૂમમાં રહેલી એસિડની બોટલમાંથી તેણે પોતાની મેળે થોડુંક એસિડ પી લીધું હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.