અમરેલીમાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન મેમો આપતાં બે વિદ્યાર્થીઓએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું, તેમજ ‘વાહન તમારી ઉપર ચડાવી દઈ મારી નાખીશું’ તેવી ધમકી આપી હતી. કાર્તિક અશ્વિનભાઈ નેનુજી (ઉં.વ. ૧૯, ધંધોઃ અભ્યાસ) તથા પ્રશાંતભાઈ અશ્વિનભાઈ નેનુજી (ઉં.વ. ૧૮, ધંધોઃ અભ્યાસ) એ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન વાહન ઊભું રાખ્યું નહોતું. તેમજ તેઓની પાસે આર.ટી.ઓ. લગતના કાગળો ન હોવાથી પોલીસે આર.ટી.ઓ. મેમો આપ્યો હતો. જેથી બંને ઇસમોએ ઉગ્ર બોલાચાલી કરી, ઉશ્કેરણીજનક શબ્દો બોલી, ‘તેઓનું એક્ટિવા વાહન તમારી ઉપર ચડાવી દઈ મારી નાખીશું’ તેવી ધમકી આપી કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી. વી. સરવૈયા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.










































