અમરેલી શહેરના ચિતલ રોડ વિસ્તારના રહેવાસીઓએ વિસ્તારમાં વધતી અસામાજિક પ્રવૃત્તિઓ અને સુરક્ષા સંબંધિત પ્રશ્નોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સમક્ષ પાલિકા સદસ્ય કોમલબેન સંજયભાઈ રામાણીએ રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અસામાજિક ત¥વોની અવરજવર વધતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હોવાનું જણાવાયું છે.કોમલબેન રામાણીએ વધુમાં રજૂઆત કરી હતી કે આ વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીમાં હાલમાં કાયમી પોલીસ સ્ટાફની અછત હોવાથી તાત્કાલિક મદદ મેળવવામાં મુશ્કેલી પડે છે. પરિણામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં પડકારો ઊભા થાય છે. સ્થાનિક નાગરિકોએ પોલીસ ચોકીમાં ચોવીસ કલાક કાયમી સ્ટાફની નિમણૂક કરવાની માંગ કરી છે.









































