એશિયન બજારોમાં તીવ્ર ઘટાડા વચ્ચે, સ્થાનિક શેરબજારો પણ આજે કડાકો બોલાયા. સ્થાનિક બજાર સોમવારે લગભગ ૧ ટકા ઘટીને બંધ થયું. અઠવાડિયાના પહેલા દિવસે,બીએસઇ સેન્સેક્સ ૭૧૯.૦૮ પોઈન્ટ (૦.૯૭ ટકા) ઘટીને ૭૩,૫૨૪.૨૬ પર બંધ થયો. દરમિયાન,એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૨૪૩.૭૦ પોઇન્ટ (૧.૦૪%) ઘટીને ૨૩,૧૨૩.૦૦ પર બંધ થયો. એશિયન બજારોમાં ઘટાડા ઉપરાંત, ઇઝરાયલ દ્વારા તાજેતરમાં ઇરાન પર હુમલો અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો પણ આજના ઘટાડા માટે મુખ્ય કારણો હતા. સોમવારના ઘટાડાને કારણે મોટી અને નાની બંને કંપનીઓના શેરને નોંધપાત્ર નુકસાન થયું.

સોમવારે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી માત્ર ૭ કંપનીઓ વધારા સાથે લીલા રંગમાં બંધ થઈ, જ્યારે બાકીની ૨૩ કંપનીઓ ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થઈ. બીજી તરફ, નિફ્ટી ૫૦ કંપનીઓમાંથી માત્ર ૯ કંપનીઓ વધારા સાથે લીલા રંગમાં બંધ થઈ, જ્યારે બાકીની ૪૧ કંપનીઓ ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થઈ. સેન્સેક્સ કંપનીઓમાં, પાવર ગ્રીડના શેર સૌથી વધુ ૧.૭૯% ના વધારા સાથે બંધ થયા. દરમિયાન, ઇટરનલના શેર ૩.૨૪ ટકાના સૌથી મોટા ઘટાડા સાથે બંધ થયા.

સેન્સેક્સના બાકીના શેરોમાં, ટેક મહિન્દ્રા ૧.૩૫ ટકા,બીઇએલ ૧.૨૦ ટકા, ભારતી એરટેલ ૧.૧૩ ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૦.૪૨ ટકા,એનટીપીસી ૦.૩૦ ટકા અને સન ફાર્મા ૦.૧૯ ટકાના વધારા સાથે બંધ થયા.

મહિન્દ્રા, ટ્રેન્ટ અને અન્ય શેરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર ૨.૫૧ ટકા, ટ્રેન્ટ ૨.૨૧ ટકા, ઈન્ડીગો ૨.૧૬ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૧૩ ટકા,ટીસીએસ ૨.૧૩ ટકા, બજાજ ફાઇનાન્સ

૨.૦૫ ટકા,એલએન્ડટી ૨.૦૦ ટકા, ટાટા સ્ટીલ ૧.૯૧ ટકા, બજાજ ફિનસર્વ ૧.૮૯ ટકા, ટાઇટન ૧.૬૧ ટકા, અદાણી પોર્ટ્‌સ ૧.૨૭ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૨૦ ટકા,એચડીએફસી બેંક ૧.૧૮ ટકા, મારુતિ સુઝુકી ૧.૧૭ ટકા, એશિયન પેઇન્ટ્‌સ ૧.૧૨ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૦.૯૭ ટકા, ઇન્ફોસિસ ૦.૮૧ ટકા, એકસીસ બેંક ૦.૬૭ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૫૫ ટકા,આઇટીસી ૦.૪૮ ટકા,એચસીએલ ટેક ૦.૪૭ ટકા અને કોટક મહિન્દ્રા બેંક ૦.૦૯ ટકા ઘટીને બંધ થયા.

 

 

આભાર – નિહારીકા રવિયા

 

 

આભાર – નિહારીકા રવિયા

આભાર – નિહારીકા રવિયા

 

આભાર – નિહારીકા રવિયા