ઉના તાલુકાના મોઠા ગામે ગુજરાત સરકારની ગુજરાત માટીકામ કલાકારી એન્ડ રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા આયોજિત કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું. ૨૫ માર્ચ, ૨૦૨૬થી ૨૩ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા ૩૦ દિવસના આ તાલીમ કાર્યક્રમમાં કડિયાકામ અને પ્લમ્બિંગની વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ કરનાર તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો તેમજ જરૂરી સાધનોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.










































