સુરતના મોટા વરાછામાં પરિણીતાને પતિએ ગાલ પર ઝાપટ મારી પહેરેલા કપડે ઘરેથી કાઢી મૂકી હતી. આ ઉપરાંત સાસરિયાઓ કરિયાવર મુદ્દે મેણાં-ટોણાં મારતા હતા. આ અંગે હાલ અમરેલીમાં રહેતાં અમિષાબેન પ્રવીણભાઇ દોંગા (ઉ.વ.૨૬)એ સુરતના મોટા વરાછામાં રહેતા પતિ વિવેક રતીલાલ હરખાણી, સાસુ રેખાબેન રતીલાલ હરખાણી, સસરા રતીલાલ ગોવિંદભાઇ હરખાણી તથા દિયર દક્ષ રતીલાલ હરખાણી સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તા.૧૪/૦૭/૨૪ના રોજ તેમના લગ્ન થયા બાદ તા.૧૨/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળા દરમ્યાન સુરત મુકામે પતિ, સાસુ-સસરા અને દિયરે તેમને ઘરકામ તેમજ કરિયાવર જેવી નાની-નાની બાબતોમાં અવારનવાર મેણાં-ટોણાં મારી શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો અને ગાળો ભાંડી હતી. તેમજ પતિએ ગાલ ઉપર ઝાપટ મારી પહેરેલા કપડે ઘરેથી કાઢી મૂકી હતી. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. પી. આદ્રોજા વધુ તપાસ કરી રહ્યા છે.








































