રાજુલાના ચારનાળા નજીક રખડતી નીલગાય સાથે મોટરસાયકલ અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક ચાલકે હેલ્મેટ પહેરેલું હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો, જ્યારે તેમની સાથે બેઠેલા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ. એસ.બી. જાની સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે રાજુલા હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ ભોગ બનનાર પરિવાર કોડીનાર પંથકનો છે.










































