અમરેલી જિલ્લામાં પોલીસની કડક કામગીરી છતાં દારૂડીયાઓ ગમે ત્યાંથી દારૂ શોધી જાહેરમાં ડોલતા જાવા મળી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં ૨૫ લોકો પાસેથી દેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં આઠ મહિલાઓ પણ સામેલ હતી. તેમની પાસેથી કુલ ૧૧૩ લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જિલ્લાના વિવિધ સ્થળોએથી ૧૬ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા પોલીસના હાથે મળી આવ્યા હતા.










































