ઉના શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલ, એલપીજી સિલિન્ડર અને રાસાયણિક ખાતરના સતત વધતા ભાવોના વિરોધમાં રાજ્યપાલને સંબોધીને પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે મોંઘવારીના કારણે સામાન્ય પરિવારો અને ખેડૂતો પર આર્થિક બોજ વધ્યો છે, જેથી સરકારે આ ભાવો તાત્કાલિક ઘટાડવા જોઈએ. આ ઉપરાંત દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા દ્ગઈઈ્ પરીક્ષાના પેપર લીક મામલે આક્રોશ વ્યક્ત કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવાની અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.








































