દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વધુ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા ત્રણ લોકોના કરુણ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માતની ઘટના વડોદરા નજીક બની હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, સેલવાસથી ખાટું શ્યામ દર્શન માટે જઈ રહેલો એક પરિવાર રસ્તા પર કાર ઊભી રાખીને કોઈ કારણસર સાઈડમાં ઉભો હતો. તે દરમિયાન પાછળથી આવી રહેલા આઈસર ટ્રકે ઊભેલી કારને જોરદાર ટક્કર મારી હતી.
મૃતકોના નામ:વિશાલ બાલુ દેવરે સ્ત્રી રેસીડેન્સી, ભુરફુડ ફળિયુ સેલવાસ તા.જી.દાદરાનગર હવેલી ,વંદનાબાઇ બાલુ દેવરે..પ્રમોદભાઇ ભાઇદાસ પાટીલ રહે પીપરી તા. પારોરા જી. જલ ગામ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને બચાવ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વધતી સંખ્યાને કારણે માર્ગ સુરક્ષા અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.







































