આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો પૈસા પડાવવા માટે નવી નવી રીતો અપનાવી રહ્યા છે. હાલમાં જ ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ ચલાવવામાં આવેલી એક મોટી કાર્યવાહીએ સાયબર જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય સાયબર ઠગાઈમાં વપરાતા મ્યુલ એકાઉન્ટ્સને શોધીને તેમને બંધ કરવાનો અને આ ગુનાખોરીના મૂળ સુધી પહોંચવાનો છે.
સાયબર કન્સલ્ટન્ટ ચંદ્રવદન ધ્રુવે જણાવ્યું હતું કે ગેરકાયદેસર કમાણીને સફેદ કરવા માટે કરે છે. આ રીતે વપરાતા ખાતાને મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે. છેતરપિંડી કરનારાઓ ઘણીવાર લોભામણી જાહેરાતો દ્વારા ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોના બેંક ખાતા ભાડે લે છે, અથવા તો તેમના નામે કંપનીઓ ખોલીને તેના એકાઉન્ટનો દુરુપયોગ કરે છે. જ્યારે સાયબર ફ્રોડના પૈસા સીધા પીડિતના ખાતામાંથી આ મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે, ત્યારે પોલીસ તપાસમાં સીધા ખાતાધારક જ ગુનેગાર તરીકેપકડાય છે.
ચંદ્રવદન ધ્રુવે જણાવ્યું હતું કે ઓપરેશન મ્યુલ હન્ટ (૧.૦ અને ૨.૦) ની સફળતા જાઇએ તો ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ૧.૦ હેઠળ ૨,૨૮૯ કરોડથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેમાં ૯૦૦થી વધુ મ્યુલ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરીને ૬૦૦થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
- તાજેતરમાં જ ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦ અંતર્ગત કચ્છ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તપાસ દરમિયાન કરોડો રૂપિયાના વ્યવહારો સાથે જોડાયેલા અનેક શંકાસ્પદ ખાતાઓની વિગતો મળી છે. આ તપાસમાં સામે આવ્યું છે કે, આ નેટવર્ક માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફેલાયેલું છે.
તમે કેવી રીતે સુરક્ષિત રહી શકો છો તે અંગે ચંદ્રવદન ધ્રુવે જણાવ્યું હતું કે ૧. ખાતું ભાડે ન આપોઃ અજાણી વ્યક્તિને પૈસા કમાવાની લાલચમાં તમારું બેંક ખાતું, પાસબુક, ચેકબુક કે ડેબિટ કાર્ડ ક્યારેય વાપરવા ન આપો. ૨.કેવાયસી અને ડોક્યુમેન્ટની સાવધાનીઃ તમારા આધાર કાર્ડ કે પાન કાર્ડનો ઉપયોગ કોઈ અજાણી વ્યક્તિને કંપની ખોલવા કે અન્ય હેતુ માટે કરવા ન આપો. ૩. શંકાસ્પદ વ્યવહાર પર નજરઃ જો તમારા ખાતામાં અચાનક મોટી રકમ જમા થાય અને તરત જ ઉપાડી લેવામાં આવે, તો તે મ્યુલ એકાઉન્ટ હોવાની શક્્યતા છે. આવા વ્યવહાર વિશે તરત જ બેંક અને પોલીસને જાણ કરો. ૪. સતર્કતા એ જ
તેમણે કહ્યું કે કોઈપણ અજાણી વ્યક્તિક્ત ટાસ્ક ફ્રોડ કે રોકાણના નામે તમારા ખાતાનો ઉપયોગ કરવાનું કહે તો સાવધાન થઈ જાવ. પોલીસનો સંદેશઃ સાયબર ક્રાઈમ પોલીસનું કહેવું છે કે, આ પ્રકારના ગુનાઓમાં ખાતાધારકનો પણ એટલો જ વાંક ગણાય છે જેટલો ઠગનો. પોલીસ હવે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવા મ્યુલ એકાઉન્ટ્સને શોધી રહી છે. તેથી, લાલચમાં આવીને તમારા ખાતાનો દુરુપયોગ ન થવા દો.








































