ઉના તાલુકાના દેલવાડા ગામે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદો માટે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૬૦ દર્દીઓની આંખોની સચોટ તપાસ કરવામાં આવી હતી, જેમાંથી મોતીયાબિંદની ગંભીર અસર ધરાવતા ૧૯ દર્દીઓને ઓપરેશન માટે પસંદ કરાયા છે. આ તમામ દર્દીઓને રાજકોટની પ્રખ્યાત રણછોડદાસજી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન માટે લઈ જવામાં આવશે. દર્દીઓની સુવિધા માટે વાહન વ્યવસ્થા સહિતનો તમામ ખર્ચ ટ્રસ્ટ જાતે ભોગવશે.