ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ પણે બંધ કરી નાખતા પાછું સંકટ વધ્યું છે. ઈરાનની ટોચની સંયુક્ત સૈન્ય કમાને ગુરુવારે આ અંગે જાહેરાત કરી. ઈરાની સેનાએ કહ્યું કે કોઈ પણ ઓઈલ ટેન્કર કે કોમર્શિયલ જહાજને આ જળમાર્ગમાંથી પસાર થવાની મંજૂરી નહીં મળે. કમાન તરફથી બહાર પડેલા નિવેદનમાં કહેવાયું છે કે જે જહાજ હોર્મુઝમાંથી પસાર થવાની કોશિશ કરશે તેને ટાર્ગેટ કરીને ગોળી ચલાવવામાં આવશે. આવામાં અહીંથી પસાર થનારા જહાજાની સુરક્ષાની જવાબદારી તેમની પોતાની રહેશે.
અમેરિકાના હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રે બંધ કરવાની જાહેરાત કરી નાખી. તેના પગલે પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફરીથી ભડકવાની સાથે જ ઓઈલ અને ગેસના ભાવમાં પણ ઉછાળો આવવાનું જાખમ પેદા થયું છે. હોર્મુઝ બંધ થવાથી દુનિયાના મોટા ભાગમાં ખાડી દેશોથી જે ઓઈલ અને ગેસનો સપ્લાય થાય તે ખોરવાય છે. ભારત પણ તેનાથી સીધી રીતે પ્રભાવિત થતું રહ્યું છે. આવામાં ભારતમાં ઓઈલ અને ગેસ સંકટ વધી શકે છે. જા હોર્મુઝનું જાખમ વધે તો ભારત પર મુસીબત વધે તેમ છે કારણ કે તેનાથી ભારતમાં મોંધવારી માજા મુકે તેમ છે આ ઘટનાથી જેની અસર પડશે તેમાં ૧. એલપીજી સિલિન્ડર,આ એક એવી વસ્તુ છે જેની સીધી અસર પડી શકે છે. ભારત પોતાના વપરાશનો મોટાભાગનો એલપીજી ગેસ ખાડી દેશોમાંથી મંગાવે છે. જા સપ્લાય લાંબા સમય સુધી ખોરવાયેલો રહે તો આયાત પર તેની અસર પડી શકે છે જેને કારણે એલપીજીના બાટલાના ભાવ અને મળતી સબસિજીની ગણતરી પર તેની અસર પડી શકે છે. ૨. પેટ્રોલ ડીઝલના ભાવઃ હોર્મુઝ લાંબો સમય બંધ રહે અને સપ્લાય વળી પાછો ખોરવાય તો દેશની જનતાને આ પણ એક મોટો ફટકો પડી શકે છે. પેટ્રોલ અને ડીઝલ અને સીએનજીના ભાવ પર તેની અસર જાવા મળી શકે. હાલમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થાય અને જા ૧૦૦ ડોલર પ્રતિ બેરલ આસપાસ પહોંચે તો ઓઈલ વિતરણ કંપનીઓ પર બોજા વધે જેની અસર આગળ જતા ભાવ પર પડી શકે. ૩. દૂધ, શાકભાજી, અને રોજબરોજની વસ્તુઓઃ દૂધ, શાકભાજી વગેરે જેવી રોજેરોજ વપરાશની વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટ સેવાનો ઉપયોગ થતો હોય છે. ડીઝલના ભાવ વધે તો ટ્રાન્સપોર્ટ ખર્ચો પણ વધે. ત્યારે શાકભાજી, ફ્રૂટ, દૂધ, બીજી જરૂરી વસ્તુઓના પણ ભાવ વધી શકે, ૪. પેકેજ્ડ ફૂડઃ બિસ્કિટ, ચીપ્સ, ઈન્સ્ટન્ટ નૂડલ્સ, ખાદ્ય તેલ અને બીજા પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સના પણ ભાવમાં વધારો જાવા મળી શકે છે. મેન્યુફેક્ચરર્સને વધુ પડતો લોજિસ્ટિક ખર્ચો નડે તથા મોટાભાગના પેકેજિંગ મટિરિયલ પેટ્રોકેમિકલ્સમાંથી બનતા હોય છે. જા ક્રૂડ પર ભારે અસર ચાલુ રહે તો કંપનીઓએ પણ પછી પ્રોડક્ટ્સના ભાવ વધારવાની ફરજ પડે અથવા તો પેકેટના સાઈઝ નાની કરવાનો વારો આવે.,૫. સાબુ, ડિટર્જન્ટ્સ અને હાઉસહોલ્ડ ક્લિનર્સઃ ડિટર્જન્ટ્સ,ક્લિનર્સ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં વપરાતા ઘણા તત્વો પેટ્રોકેમિકલ્સ ફીડસ્ટોક્સમાંથી બનતા હોય છે. ક્રૂડઓઈલમાં જા વધારો યથાવત રહે તો તેના કારણે આ વસ્તુઓના ભાવ પર દબાણ આવી શકે છે અને ભાવ વધારો થઈ શકે. ઃ ૬. પ્લાસ્ટિક હાઉસહોલ્ડ વસ્તુઓ બકેટ્સ, કન્ટેઈનર્સ, સ્ટોરેજ બોક્સ, કિચનવેર, વોટર બોટલ્સ, બીજી અનેક ઘરવપરાશની વસ્તુઓ કે જેનુ ઉત્પાદન પેટ્રોલિયમ બેસ્ડ રો મટીરિલ પર આધારિત છે તેના પણ ભાવ વધી શકે છે. પેટ્રોકેમિકલના ભાવ વધે તો આ વસ્તુઓના ભાવ ઉપર પણ અસર પડી શકે છે.
આ ઉપરાંત મોબાઈલ ફોન, અપ્લાયન્સિસ અને ઈલેક્ટ્રોનિક્સઃ આ વસ્તુઓના ભાવ ઉપર પણ ઓછી પરંતુ અસર પડી શકે છે. ક્રૂડના ભાવમાં વધારો શિપિંગ અને લોજિસ્ટિકના વૈશ્વિક સપ્લાય ચેનને અસર કરી શકે છે. ઘણા ઈલેક્ટ્રોનિક્સ પણ પેટ્રોલિયમાંથી બનતા પ્લાસ્ટિક અને ઘટકોનો ઉપયોગ કરે છે. જા હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહે તો ધીરે ધીરે તેના ભાવ ઉપર પણ અસર થઈ શકે છે.
હોર્મુઝ સ્ટ્રેટ એ ફારસની ખાડીને ઓમાનની ખાડી સાથે જાડતો એક મહત્વનો સમુદ્રી ચોક પોઈન્ટ છે. દુનિયાભરના ક્રૂડ ઓઈલનો લગભગ ૨૦ ટકા હિસ્સો અને એલએનજીનો એક તૃતિયાંશ ભાગ અહીંથી પસાર થાય છે. જેના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં આવેલી અડચણોની સીધી અસર ઓઈલ અને ગેસના ભાવ પર પડે છે.










































