ઉનાની એક ૧૩ વર્ષની સગીર દુષ્કર્મ પીડિતા વતી ગુજરાત હાઇકોર્ટમાં ગર્ભપાતની મંજૂરી માટે અરજી દાખલ કરવામાં આવી હતી. પીડિતાને ૧૯ અઠવાડિયાનો ગર્ભ હોવાથી અને તેના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને ગંભીર ઈજા ન પહોંચે તે હેતુથી આ માંગ કરાઈ હતી. આ કેસમાં આરોપી સામે ઉના પોલીસ મથકે BNS અને પોક્સો POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે વર્ષ ૨૦૨૬માં ૧૫ જૂન સુધીના સાડા પાંચ મહિનામાં આવી ૧૨ પીડિતાઓને ગર્ભપાતની મંજૂરી આપી છે.હાઇકોર્ટના આદેશ અનુસાર, GMERS મેડિકલ કોલેજ હોસ્પિટલ, જૂનાગઢના નિષ્ણાંત ડાક્ટરોની ટીમ દ્વારા પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટ અનુસાર, પીડિતાનો ગર્ભપાત કરવો તબીબી રીતે શક્ય છે અને તેમાં જોખમ ઘણું ઓછું છે.










































