આજે જામા મસ્જીદ વિવાદમાં સંત સમાજે રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. ઐતિહાસિક ધરોહરની જાળવણીની માંગ સાથે સંતો અને સમર્થકો ભરૂચમાં એકત્ર થયા હતાં તો આ સંવેદનશીલ સ્થીતિ પર નજર રાખવા માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો
ભરૂચની જામા મસ્જીદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે સંત સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સંત સમાજનો દાવો છે કે, આ સ્થળ સાથે જૈન પરંપરાનો ઐતિહાસિક સંબંધ છે અને તેમાં રહેલી ધરોહરની નિયમો મુજબ જાળવણી થવી જાઈએ. સંત સમાજ આજે હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનમાં ઐતિહાસિક ધરોહરની સંરક્ષણ અને જાળવણી માટે જરૂરી પગલાં લેવા માંગ કરવામાં આવી હતી આ રેલીમાં ભાગ લેવા માટે ભરૂચ બહારથી પણ મોટી સંખ્યામાં સંતો અને સમર્થકો રેલીમાં પહોંચ્યા હતાં
જૈન સંતના જણાવ્યા મુજબ, ઇતિહાસમાં ઉલ્લેખ મળે છે કે લંકાની એક રાજકુમારીએ ભરૂચમાં ભવ્ય જૈન તીર્થનું નિર્માણ કરાવ્યું હતું, જેને સમડી વિહાર તરીકે ઓળખવામાં આવતું હતું. આ સ્થળ સાથે જાડાયેલા અનેક ઐતિહાસિક પુરાવા અને માન્યતાઓ આજે પણ જૈન સાહિત્યમાં જાવા મળે છે. સંતે સ્થળના ભોંયરાનું નિરીક્ષણ કરવાની માંગ કરી હતી, પરંતુ તેમને ત્યાં જવાની મંજૂરી આપવામાં આવી ન હોવાનું જણાવાયું છે. આ મુદ્દે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જા સ્થળ અંગે કોઈ શંકા ન હોય તો તપાસ અને નિરીક્ષણમાં અવરોધ કેમ ઉભો કરવામાં આવે છે.