નીટ પરીક્ષાને લઇ મોટો ખુલાસો થયો છે. સાઇબર ક્રાઇમ બ્રાન્ચે નીટ પેપર લીક કૌભાંડ મામલે વધુ ૩ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ટેલિગ્રામ ચેનલો મારફતે સાઇબર છેતરપિંડી આચરવાના ગુનામાં આરોપીઓ પકડાયા. પકડાયેલા આરોપીઓમાંથી રાજસ્થાનમાંથી બે આરોપીઓ તથા દ્ગઈઈ્ રિફંડ ફ્રોડ મામલે બિહારના એક આરોપીની ધરપકડ થઇ છે.
ટેલિગ્રામ પર ચેનલ બનાવીને ઓરિજિનલ પેપરની લાલચ આપતા હતા. ટેકનીકલ લોકેશનના આધારે રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યા છે. અત્રે જણાવવાનુ કે રી નીટ પેપરના દાવાઓ કરવામાં આવતા હતા. કુલ ૮ જેટલાં ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી હતી. આરોપીઓ એડવાન્સ પૈસા લેતા હતા. ગેમિંગ એપ્લીકેશનની મદદથી પૈસા પોતાના એકાઉન્ટમાં જમા કરાવતા હતા. ૧.૫ કરોડ રૂપિયા લોકો પાસેથી ઉઘરાવેલા હતા. અંદાજિત ૧ હજાર જેટલાં લોકો પાસેથી તેમણે પૈસા પડાવ્યા હતા.
અત્રે જણાવવાનું કે પકડાયેલામાંથી આકાશ મિણા બી.ઇડી પાસ છે, જયારે સુમેરસિંહ મીણા આઇટીઆઇ પાસઆઉટ છે. હાલ આરોપીઓની પૂછપરછ ચાલુ છે. નીટ યુજી ૨૦૨૬ ની રિફંડ ફી છેતરપિંડી કરી પૈસા પોતાના એકાઉન્ટમાં જમા કરાવ્યા. અત્યાર સુધીમાં ૧૫૦ વિદ્યાર્થીઓના પૈસા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગયાથી આરોપીને પકડ્યો. હજુ પણ તપાસમાં વિદ્યાર્થીઓનો આંકડો હજી પણ વધી શકે છે
અગાઉ નીટ પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ થઈ હતી અને હવે એનટીએએ રિફંડની પ્રોસેસ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે સરકારે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા ફી રિટર્ન કરવાનો નિર્ણય લીધો હતો. બિહારના ૧૯ વર્ષીય નવીનકુમાર શંકર પ્રસાદે કર્યો સાયબર ફ્રોડ કરી રીંફન્ડ પોતાના એકાઉન્ટમાં જમા કરાવ્યા.એનટીએ જે પૈસા વિદ્યાર્થીઓને રિફંડ કરતી હતી તે છેતરપિંડી કરી પોતાના એકાઉન્ડમાં જમા કરાવ્યા. ઉમેદવારોના પોર્ટલ એકાઉન્ટને ટાર્ગેટ કરી બ્રુટફોર્સ અટેક કરી પાસવર્ડ ક્રેક કર્યા. ત્યારબાદ વિદ્યાર્થીઓના એકાઉન્ટસમાં ગેરકાયદેસર રીતે લોગીન કર્યું. નવીનકુમાર લોગીન કર્યા બાદ આરોપી ઉમેદવારોના પાસવર્ડ બદલી નાખતો હતો. ઉમેદવારોને મળવાપાત્ર ફી પોતાના એકાઉન્ટના જમા કરાવ્યા. આરોપીએ બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે.
બીજી બાજુ એનટીએના ડાયરેક્ટર આકાશ જૈને કહ્યું કે એનટીએની ઇમેજ ખરાબ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ જે લાંબા સમયથી મહેનત કરી તેમને એવુ ફીલ ન થવું જાઈએ કે પેપર લીક થઇ રહ્યા છે. આં વર્ષે હું ખાતરી આપુ છું કે પેપર લીક નહી થાય. અમે ખુબ ઓછા સમયમાં ઘણા બધા બદલાવો કર્યા છે.નીટની સફળતા માટે સરકાર ઘણો પ્રયત્ન કરી રહી છે. અમે ઘણી વસ્તુઓને ઈમ્પ્રુવ કરી છે. ટુ માર્ગી કોમ્યુનિકેશન સ્ટ્રોંગ કર્યું છે. તેમણે કહ્યું કે, હાઈ સિક્્યુરિટી સાથે અમે નીટની પરીક્ષા લેવામાં આવશે









































