ગોંડલ નાગરિક સહકારી બેંકની ૭૧મી વાર્ષિક સાધારણ સભા કડવા પટેલ સમાજ વાડી ખાતે યોજાઈ હતી. બેંકના ચેરમેન કિશોરભાઈ કાલરીયાએ જણાવ્યું કે, બેંક રેકોર્ડબ્રેક નફો કરી રહી છે અને ફિક્સ ડિપોઝિટ ૨૬૨ કરોડથી વધીને ૪૦૮ કરોડે પહોંચી છે. સભામાં મેનેજર દિલીપભાઈ ભટ્ટે વર્ષ ૨૦૨૫-૨૦૨૬ નો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, હજી જમીન ખરીદાઈ નથી કે પાયો પણ નખાયો નથી, છતાં ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કરી સંસ્થાને બદનામ કરવા RBI માં પત્રવ્યવહાર કરાય છે. તેમણે સભાસદોને ફરિયાદો વિના સંકોચે જણાવવા અપીલ કરી હતી.









































