બગસરા પંથકના ઘંટીયાણ ગામે ગત ૧૧ તારીખે સિંહણ અને બે બચ્ચાએ એક સાત વર્ષીય પરપ્રાંતીય બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ દુઃખદ ઘટના બાદ પરિવારે બે દિવસ સુધી બાળકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે, વન વિભાગની સમજાવટ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપ્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. આજ રોજ વન વિભાગ અને પ્રાંત અધિકારી નંદાના હસ્તે પીડિત પરિવારને રૂ.૧૦ લાખની આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ અને ઘંટીયાણ ગામના સરપંચ કલ્પેશભાઈ સોજીત્રા હાજર રહીને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.