અમરેલી જિલ્લામાંથી પોલીસે બે સ્થળેથી ૧૦ જુગારીઓને ઝડપી પાડ્‌યા હતા. મોટી કુકાવાવ ગામેથી ૫ અને ઠાસા ગામેથી એક મહિલા સહિત ૫ મળી, બંને સ્થળેથી કુલ ૧૦ જુગારીઓ રૂ.૪૪,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.મોટી કુકાવાવ ગામે શિવનગર પાછળના ભાગે હનુમાનજી મંદિર પાસે, વાડીના રસ્તા પર જાહેરમાં પૈસા તથા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા આકાશભાઈ ઉર્ફે કાળો પ્રતાપભાઈ સોલંકી, વૈભવભાઈ ઉર્ફે ચિન્ટુ દિનેશભાઈ ગોસાઈ, જગદીશભાઈ ચંદુભાઈ સોલંકી, કમલેશભાઈ મધુભાઈ રાઠોડ તથા ઇલિયાસભાઈ આમદભાઈ રાઠોડ રોકડા રૂ.૩૪,૨૦૦ અને હાથબત્તી મળી કુલ રૂ.૩૪,૨૫૦ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડાયા હતા.જ્યારે દામનગરના ઠાસા ગામેથી નરેશભાઈ હિંમતભાઈ સોલંકી, ધર્મેશભાઈ જીણાભાઈ સોલંકી, ભરતભાઈ ગોવિંદભાઈ નાવડીયા, કિશનભાઈ પ્રવિણભાઈ ભીડભીડીયા તથા એક મહિલા જાહેર જગ્યામાં પૈસા અને પાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૦,૨૫૦ સાથે ઝડપાયા હતા.