બગસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ માલદાનભાઈ ગઢવીએ માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્‌યું છે. મોટી કુંકાવાવ ગામના રહેવાસી કરણભાઈ ધાધલનો કિંમતી એપલ આઈફોન ૧૭ મોબાઈલ ખોવાઈ ગયો હતો. આ અંગે તેમણે બગસરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા, કોન્સ્ટેબલ માલદાનભાઈએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે ટેકનિકલ સહાય અને સ્થાનિક તપાસના આધારે સઘન પ્રયાસો કરીને ગુમ થયેલો મોબાઈલ શોધી કાઢ્યો હતો. આ કિંમતી ફોન તેના મૂળ માલિક કરણભાઈ ધાધલને સહી-સલામત પરત સોંપવામાં આવ્યો હતો. પોતાનો કિંમતી મોબાઈલ પાછો મળતા કરણભાઈ અને તેમના પરિવારે બગસરા પોલીસ તેમજ કોન્સ્ટેબલ માલદાનભાઈ ગઢવીની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.