અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ તથા અમરેલી જિલ્લા સમસ્ત યુવા બ્રહ્મસમાજ દ્વારા સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે નવી વરણી જાહેર કરવામાં આવી છે. આ વરણીમાં બાબરા શહેરના ચાર પ્રતિષ્ઠિત આગેવાનોને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવતા સમગ્ર બ્રહ્મસમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે.નવી રચનામાં જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના ઉપપ્રમુખ તરીકે હસુભાઈ જોષી, મંત્રી તરીકે અતુલભાઈ ત્રિવેદી તેમજ વરિષ્ઠ માર્ગદર્શક તરીકે નરૂદાદા ત્રિવેદીની વરણી કરવામાં આવી છે. ઉપરાંત અમરેલી જિલ્લા સમસ્ત યુવા બ્રહ્મસમાજના મંત્રી તરીકે બાબરા નગરપાલિકાના ઉપપ્રમુખ યજ્ઞેશભાઈ શુકલની પસંદગી કરવામાં આવી છે.આ પ્રસંગે તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવીને નવી જવાબદારીઓના સફળ નિર્વહન માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે સંગઠનની એકતા, સમાજના સર્વાંગી વિકાસ અને નવી પેઢીને સંસ્કાર, શિક્ષણ તથા સમાજસેવા સાથે જોડવાના કાર્યોમાં આ નવી ટીમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.








































