ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. બાજરી મકાઇ જુવાર ટેકાના ભાવે ખરીદીની મર્યાદા વધારવામાં આવી છે. આ નિર્ણય ખેડૂતોના હિત માટે લેવામાં આવ્યો છે. જેનાથી ખેડૂત દીઠ મર્યાદામાં ૭૫ ટકા નો વધારો કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારનો નિર્ણય ટેકાના ભાવે ખરીદ મર્યાદા વધારી છે. હવે બાજરીની ખરીદી મર્યાદા પ્રતિ ખેડૂત ૨૦૦૦ કિલોગ્રામથી વધારી ૩૫૦૦ કિલોગ્રામ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ નિર્ણય માટે અન્ન નાગરિક પુરવઠા અને કૃષિ મંત્રી સાથે બેઠક યોજાઈ હતી.
નવી જાગવાઈ મુજબ હવે તાર ફેન્સિંગ યોજના હેઠળ સહાય મેળવવા માટે મહત્તમ ૧ હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર જ માન્ય ગણાશે. અગાઉ ખેડૂતો ૨ હેક્ટર સુધીના વિસ્તાર માટે ક્લસ્ટર બનાવી સહાય મેળવવા પાત્ર હતા, પરંતુ તાજેતરના સુધારા બાદ આ મર્યાદા ઘટાડવામાં આવી છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર ખેડૂતોને તાર ફેન્સિંગ માટે રનિંગ મીટર દીઠ રૂ. ૩૦૦ અથવા કુલ ખર્ચના ૪૦ ટકા પૈકી જે રકમ ઓછી હશે તે મુજબ સહાય આપવામાં આવશે. આ નિર્ણયનો હેતુ વધુ ખેડૂતો સુધી યોજનાનો લાભ પહોંચાડવાનો હોવાનું માનવામાં આવે છે.
મહત્વની બાબત એ છે કે, હવે જૂના તારના વાડના સમારકામ અથવા મરામત માટે કોઈ સહાય આપવામાં આવશે નહીં. યોજના હેઠળ માત્ર નવા તાર ફેન્સિંગના નિર્માણ માટે જ આર્થિક સહાય ઉપલબ્ધ રહેશે. એટલે કે ખેડૂતોને નવી વાડ ઊભી કરવા માટે જ સરકારની સહાયનો લાભ મળશે. રાજ્ય સરકારના આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ ખેતી પાકને નુકસાન પહોંચાડતા રખડતા પશુઓ અને જંગલી પ્રાણીઓથી સુરક્ષા પૂરી પાડવાનો છે.









































