ગુજરાતના સીએમ તરીકે રહી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સળંગ ૧૨ વર્ષ સુધી પીએમ પદે રહીને વડાપ્રધાન નેહરુના સૌથી વધુ સમય સુધી ચૂંટાયેલા પીએમ રહેવાના વિક્રમને વટાવ્યો તે નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના સૌ નાગરિકો વતી આપને વડાપ્રધાન પદના ૧૨ વર્ષના સતત અને સફળ કાર્યકાળ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપશ્રીનો આ કાર્યકાળ દુનિયામાં ભારત અને ભારતીયોનું ગૌરવ વધારનારો રહ્યો છે.દુનિયાના દેશોમાં આપને મળેલા સન્માન પુરસ્કારોથી દરેક ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલી છે. સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર દ્વારા જ્યારે આપના નેતૃત્વમાં ભારતે આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો ત્યારે દેશના દરેક નાગરિકોને ગૌરવની લાગણી થઈ છે.
આપશ્રીએ પોતાના પહેલા પ્રવચનમાં કહ્યું હતું કે આપની સરકાર દેશના ગરીબ, દલિત, પીડીત, શોષિત, વંચિત માટેની સરકાર છે. અંત્યોદય એ જ આપની સરકારનું લક્ષ્ય અને ‘નાગરિકો દેવો ભવઃ’ સરકારનો અભિગમ બની રહ્યો. આપશ્રીએ આપેલો ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ કાર્યમંત્ર એક રાષ્ટÙીય સંકલ્પ બન્યો છે. તેના કારણે જ સરકારના બાર વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનક્લાયણના બની રહ્યા છે. આપશ્રીએ દેશનું સેવા દાયિત્વ સંભાળ્યા બાદ દેશમાં આત્મવિશ્વાસ ઊભો થયો અને લોકોને અસરકાર સરકારની અનુભૂતી થઈ છે.દેશમાં બનેલી કલ્યાણકારી યોજનાઓ અને નીતિઓના કેન્દ્રમાં દેશનો સામાન્ય માનવી જ રહ્યો છે.
વિકાસની અભૂતપૂર્વ સ્પીડ અને સ્કેલ જાઈને આજે દેશમાં જન જન બોલી રહ્યાં છે ‘મોદી હે, તો મુમકીન હૈ’. કલ્યાણકારી યોજનાઓને સેચ્યુરેશન એપ્રોચ સાથે જનજન સુધી પહોંચાડીને દેશમાં પહેલી વખત ‘ઇઝ ઓફ લિવિંગ’ની સંકલ્પના સાકાર થઈ રહી છે. દેશમાંથી ૨૫ કરોડ લોકો આપના દ્રષ્ટીવંત નેતૃત્વમાં ગરીબીમાંથી બહાર આવ્યાં છે. જે એક ઐતિહાસિક સિદ્ધિ છે. આ બાર વર્ષમાં ગરીબ, ખેડૂત, મહિલા, યુવા અને મધ્યમવર્ગના જીવનને વધુ સુખાકારી અને સશક્ત બનાવવા માટે અનેક ઐતિહાસિક પહેલો કરવામાં આવી છે. યુવાનોને જાબ ગીવર બનાવવાના મંત્ર સાથે શરૂ થયેલી સ્ટાર્ટ અપ યાત્રાના કારણે બાર વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટ અપ ઇકો સીસ્ટમ બની છે. મેક ઇન ઇન્ડીયા અને આત્મનિર્ભર ભારત જેવા કાર્યક્રમોથી આપણે આજે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા છીએ.
ગુજરાત તો આપની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. આપશ્રીના દ્રષ્ટીવંત નેતૃત્વનો લાભ ગુજરાતને ૨૫ વર્ષ કરતાં વધુ સમયથી મળી રહ્યો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને હવે વિકસિત ભારતના લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે. આપશ્રીએ વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળતાની સાથે જ રાજ્યને ડબલ એન્જિન સરકારનું બળ મળ્યું છે અને ગુજરાતે વિકાસનાં અનેક નવા આયામો સર કર્યા છે.ગુજરાત માટે આપનો વિશેષ સ્નેહ અને વિકાસપ્રત્યેની પ્રતિબદ્ધતાએ અનેક ઐતિહાસિક ભેટો આપી છે.આપે વડાપ્રધાન તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના આડેના અવરોધો દૂર કરીને ગેટ મુકવાની પરવાનગી આપીને ગુજરાતના લોકોની વર્ષો જૂની પડતર માંગણીનો સુખદ ઉકેલ જળક્રાંતિનો ઈતિહાસ સર્જીને લાવી દીધો છે.
આપે ગુજરાતના પનોતા પુત્ર તરીકે આ પ્રાણ પ્રશ્ન તો હલ કર્યો જ સાથો સાથ સૌની યોજના અને નર્મદા કેનાલના વિશાળ નેટવર્કથી સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા વિસ્તારોમાં હરિત ક્રાંતિ પણ આવી છે. એક રાજાનું સુખ હરહંમેશ પ્રજાના સુખમાં સમાહિત છે. આપણાં શાસ્ત્રો પણ આ જ સંસ્કાર આપે છે.આપશ્રીએ આ જ સંસ્કારોના દર્શન કરાવતાં ગુજરાતની પ્રજાના સુખમાં પોતાનું સુખ અને દુઃખમાં પોતાનું દુઃખ માન્યું છે. આપની આ જ પવિત્રતાના કારણે કુદરત પણ હંમેશા રાજ્ય પર મહેરબાન રહી છે અને રાજ્યમાં દુકાળ, અછત કે તંગી જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું નથી.