ધારી તાલુકાના પરબડી ગામે નવનિર્મિત પંચાયત ભવન અને ગામમાં જવા માટેના પુલનું લોકાર્પણ ધારાસભ્ય જે. વી. કાકડીયા તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને દાનમહારાજની જગ્યાના લઘુમહંત મહાવીરબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયતના સદસ્ય પોપટભાઈ દાફડા, ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા, પરબડીના સરપંચ જસુભાઈ વાળા, તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય અનુભાઈ લલીયા, મંગળુભાઈ વાળા, ઝર સરપંચ દિલાવરભાઈ, નગરપાલિકા સદસ્ય અશોકભાઈ તલાટીયા, ધારી તાલુકા ભાજપ મંત્રી દિનેશભાઈ ચોડવડીયા અને ગામના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યાં હતાં.