અમરેલી વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ જુનેદ ડી. ડોડિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વૃધ્ધ પેન્શન યોજના અંગે એક મહત્વની રજૂઆત કરવામાં આવી છે. અમરેલી અને વડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકસંપર્ક દરમિયાન સામે આવેલી સમસ્યાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ૬૦ વર્ષથી વધુ ઉંમરના અનેક જરૂરિયાતમંદ વડીલો માત્ર એ.પી.એલ. (APL) કાર્ડ અથવા જૂના સ્કોરના કારણે આ યોજનાના લાભથી વંચિત રહી જાય છે.આ બાબતે મુખ્યમંત્રી સમક્ષ મુખ્ય ચાર માંગણીઓ રજૂ કરવામાં આવી છે. એ.પી.એલ. અને બી.પી.એલ. ના વર્ગીકરણને બદલે વૃધ્ધની વાસ્તવિક આર્થિક સ્થિતિને જ પાત્રતાનો આધાર બનાવવામાં આવે, વર્ષો જૂના સ્કોર પધ્ધતિની સમીક્ષા થાય, કોઈપણ પાત્ર વૃધ્ધ માત્ર કાર્ડના પ્રકારને લીધે વંચિત ન રહે અને સમગ્ર યોજનાને વધુ સરળ, પારદર્શક તથા સર્વસમાવેશક બનાવવામાં આવે.




































