ધારીના રાજસ્થળી ગામના પાટીયા પાસે અકસ્માતમાં બાપ-દીકરો ઘાયલ થયા હતા. પુત્રને માથામાં ઈજા થતાં હેમરેજ થયું હતું. બનાવ સંદર્ભે કાજલબેન જીણાભાઈ દાતેવડીયા (ઉ.વ.૩૦)એ ગીરગઢડા તાલુકાના ટીંબરવા ગામના ધર્મેશભાઈ રામજીભાઈ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના પતિ જીણાબાઈ તથા તેમનો દીકરો દિવ્યેશભાઈ મોટર સાયકલ લઈ રાજસ્થળી ગામેથી દુધાળા ગામે જતા હતા ત્યારે રાજસ્થળી ગામના પાટીયા પાસે પહોંચતા સામેથી આવેલા આરોપીઓ પોતાની મોટર સાયકલ બેફામ હંકારી ટક્કર મારી હતી. જેમાં તેમના પતિને ફ્રેક્ચર થયું હતું અને પુત્રને માથામાં હેમરેજ થયું હતું. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ એચ વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.



































