અમરેલી જિલ્લામાંથી પોલીસે બે જગ્યાએથી બે મહિલા સહિત છ જુગારીને ઝડપી પાડ્‌યા હતા. જાફરાબાદ ટાઉનમાંથી કિશનભાઇ નારણભાઇ શિયાળ, કમલેશભાઇ નાગજીભાઇ સોલંકી, યશંવતભાઇ નારણભાઇ શિયાળ જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા ૨૧૬૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. બાબરામાં ખાખરીયા ચોરા પાસેથી હનીફભાઈ અલારખભાઈ મેતર તથા બે મહિલા તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા ૧૧,૧૫૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. બંને સ્થળેથી ૧૩,૩૧૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.