લીલીયા મોટામાં પતિએ મોબાઈલ જોવાની ના પાડતાં પત્નીએ ઝેરી પાવડર પી લીધો હતો, જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.બનાવ અંગે જરીનાબેન નાસીરભાઇ સૈયદ (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, મૃતક હુસૈનાબેન ઇમ્તિયાજભાઇ શેખ (ઉ.વ.૨૭)ને તેના પતિએ મોબાઈલ જોવાની ના પાડી હતી. જેથી મનમાં લાગી આવતાં તેમણે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લીધો હતો. તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આ અંગે લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગૌતમભાઈ વલકુભાઈ આગળની વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































