સુમન સેવા ટ્રસ્ટ, અમરેલી દ્વારા વિકલાંગ યુવતીઓ માટે બિનવિકલાંગ જીવનસાથી પરિચય સમારંભનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. આ સમારંભ તા. ૨૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ બાળહનુમાન મંદિર, કેરીયા રોડ, સાવરકુંડલા બાયપાસ, કૈલાસ મુક્તિધામ સામે, અમરેલી ખાતે બપોરે ૨ઃ૦૦ કલાકે યોજાશે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ માટે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. સમારંભમાં ભાગ લેવા ઇચ્છુક યુવતીઓ તા. ૨૬ જુલાઈના રોજ સવારે ૮ઃ૦૦ વાગ્યાથી બપોરે ૨ઃ૦૦ વાગ્યા સુધી સ્થળ પર જ નોંધણી ફોર્મ ભરી શકશે. આ આયોજનનો મુખ્ય હેતુ વિકલાંગ યુવતીઓને યોગ્ય જીવનસાથી મળવામાં સહાયરૂપ બનવાનો છે. વધુ માહિતી તેમજ ફોર્મ અંગે સંપર્ક માટે ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ એસ. ગોહિલ, ‘શ્રીરામ એસ્ટેટ’, જુના માર્કેટિંગ યાર્ડ અંદર, ‘હરીરામ’ હોલસેલ માર્કેટ, દુકાન નં. બી\એફ-૧૩, પ્રથમ માળ, અમરેલી ખાતે અથવા મોબાઇલ નંબર ૯૩૭૪૭ ૩૪૮૨૦ પર સંપર્ક કરવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.