અમરેલીના ભંડારીયા ગામે વાડીએથી ૨૦૦ ફૂટ કેબલની ચોરી થઈ હતી. મધુભાઇ રવજીભાઇ ડાભી (ઉ.વ.૪૮)એ જાહેર કર્યા મુજબ, કોઈ અજાણ્યો માણસ અમરેલી-બગસરા હાઇવે રોડ ઉપર બાબાપુરના બસ સ્ટોપ(પાટીયા) પાસે આવેલી વાડીએથી ખુલ્લામાં પાથરેલો આશરે ૨૦૦ ફુટ ઇલેક્ટ્રિક કેબલ ચોરીને ફરાર થઈ ગયો હતો. તેની કિંમત રૂ. ૯૦૦૦ જાહેર થઈ હતી.









































