અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફરી એકવાર વધારો થયો છે. અમેરિકાએ ઈરાનના ઘણા નવા વિસ્તારોમાં હવાઈ હુમલા શરૂ કર્યા, જ્યારે ઈરાને બહેરીન, કુવૈત અને જાર્ડન તરફ મિસાઈલ અને ડ્રોન છોડીને બદલો લીધો. બહેરીન અને કુવૈતમાં અમેરિકન લશ્કરી થાણાઓની હાજરીને ધ્યાનમાં રાખીને, આ હુમલાઓને પ્રાદેશિક તણાવમાં મોટો વધારો માનવામાં આવે છે. ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી,આઇઆરએનએ અનુસાર, દક્ષિણ હોર્મોઝગન પ્રાંતમાં પુલોને નિશાન બનાવતા યુએસ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા.અમેરિકાએ ઈરાનમાં વધુ પુલોને નિશાન બનાવીને તેના હુમલાઓનો વિસ્તાર કર્યો. વધુમાં, યુએસ સૈન્યએ એક જહાજ પર હુમલો કર્યો જે કથિત રીતે ઈરાન પર અમેરિકન નૌકાદળની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અમેરિકાએ જણાવ્યું હતું કે તેણે ઈરાનની લશ્કરી ક્ષમતાઓને વધુ નબળી બનાવવા માટે મોડી રાત્રે હુમલાઓનો બીજા તબક્કો શરૂ કર્યો હતો. આ વખતે, હુમલાઓ પહેલીવાર રાજધાની તેહરાનની આસપાસના વિસ્તારોમાં પણ પહોંચ્યા, જે વધુ વ્યાપક યુએસ પ્રતિભાવ દર્શાવે છે.ઈરાનના રાજ્ય મીડિયા અનુસાર, અમેરિકાના હુમલાઓએ તેહરાન, સેમનાન પ્રાંત, હમાદાન, હોર્મોઝગન, ખુઝેસ્તાન, લોરેસ્તાન, મરકાઝી, સિસ્તાન-બલુચિસ્તાન અને કેશ્મ ટાપુને નિશાન બનાવ્યા હતા. સેમનાન પ્રાંતને ઈરાનના બેલિસ્ટક મિસાઈલ ઉત્પાદન અને અવકાશ કાર્યક્રમનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. બંદર અબ્બાસમાં અલ્લાહ-અકબર હિલ રહેણાંક વિસ્તાર પર થયેલા હુમલામાં સાત લોકો ઘાયલ થયા હતા. બંદર અબ્બાસ રેલ્વે જંકશન પર થયેલા હુમલામાં બે અન્ય ઘાયલ થયા હતા. શહેરની પશ્ચિમે બે પુલ પર થયેલા હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને નવ અન્ય ઘાયલ થયા હતા.યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ અહેવાલ આપ્યો હતો કે તેણે ગ્રેટર તુનબ ટાપુ પર ઈરાની સંરક્ષણ અને મિસાઈલ બેઝને નિશાન બનાવ્યા હતા. આ ટાપુ પર્શિયન ગલ્ફ અને હોર્મોઝ સ્ટ્રેટના જંકશન પર સ્થિત ત્રણ નાના ટાપુઓમાંથી એક છે. ઈરાને ૧૯૭૧ માં આ ટાપુઓ પર કબજા કર્યો હતો. આ ટાપુઓ ઈરાનને હોર્મોઝ સ્ટ્રેટ પર નોંધપાત્ર વ્યૂહાત્મક ફાયદો આપે છે. યુએસ સૈન્યએ ઈરાનના મુખ્ય તેલ નિકાસ ટર્મિનલ તરફ જઈ રહેલા કુરાકાઓ-ધ્વજવાળા તેલ ટેન્કરને પણ નિષ્ક્રિય કરવાનો દાવો કર્યો હતો. યુએસનું કહેવું છે કે જહાજે અનેક ચેતવણીઓને અવગણી હતી, ત્યારબાદ તેના પર મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો.જવાબમાં, ઈરાને ગુરુવારે બહેરીન, કુવૈત અને જાર્ડન પર મિસાઇલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા. આ દેશોની સરકારોએ હુમલાઓની પુષ્ટિ કરી હતી, જાકે મોટા નુકસાન કે જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. દરમિયાન, ઇરાકી વડા પ્રધાન અલી અલ-ઝૈદીએ ઉત્તરીય કુર્દિશ પ્રદેશમાં ડ્રોન હુમલાની નિંદા કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રસ્તામાં ડ્રોનને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટના ઇરાકી વડા પ્રધાનની યુનાઇટેડ સ્ટેટ્‌સની મુલાકાત દરમિયાન બની હતી, જ્યાં તેમણે ઈરાન સમર્થિત જૂથો સહિત બિન-રાજ્ય સશ† સંગઠનોને નિઃશ† કરવા માટે કામ કરવાનું વચન આપ્યું હતું.