અમરેલીમાં મોટર સાયકલ લેવાનું કહેતા માથાકૂટ થઈ હતી. આ અંગે ગુણાભાઈ બઘાભાઈ રાણાવડીયા (ઉ.વ.૩૫) એ કમલેશભાઈ ચંદુભાઈ, ચંદુભાઈ તથા અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની મોટર સાયકલ આગળ કમલેશભાઈએ મોટર સાયકલ આડી રાખી દેતા તેમણે લેવાનું કહ્યું હતું. જેથી આરોપીઓને સારું નહીં લાગતાં તેમને મુંઢ માર માર્યો હતો.




































